Gujarati Suvichar | Suvichar Gujarati

Gujarati Suvichar | Suvichar Gujarati

Gujarati Suvichar, Suvichar Gujarati, Suvichar In Gujarati, Gujarati Thought, Best Suvichar In Gujarati, Good Morning Gujarati Suvichar, Suvichar In Gujarati For School, Gujarati Suvichar Pdf
Gujarati Suvichar | Suvichar Gujarati

Gujarati Suvichar


🗝 સપના ભલે સુકા હોય, પાણી તો રોજ તાજું છાંટવાનું.


🗝સદગુણ વગર નું સૌન્દર્ય અભિશાપ છે.


🗝ઊંઘ આવે તો સુઈ જાઓ, પરંતુ જાગીને એક પણ ક્ષણ નકામી વેડફશો નહિ.


🗝જો મહેનત કાર્ય પછી પણ સપના પુરા નાં થાય તો રસ્તો બદલો પણ સિધ્ધાંત નહિ.


🗝વૃક્ષ પણ હંમેશા પાંદડા બદલે છે મૂળ નહિ.


🗝પવિત્ર વિચારનું સદા મનન કરવું જોઈએ અને હલકા સંસ્કારોને દૂર કરવા મથવું જોઈએ.


🗝વિચાર અને માન્યતાઓથી જયારે મન મુક્ત થાય પછી તે સક્રિય બને છે.


🗝તમે બાળક જેવા થાઓ પણ, તેઓને તમારા જેવું કરાવવા ફોફા મારશો નહિ.


🗝તમારી જાન જોખમ માં આવે તો પણ બીજાની જાન ના લેતા.


🗝વિશ્વાસ અને પ્રાથના આત્માના બે વિટામીન છે,


🗝જેની વગર કોઈ પણ વ્યક્તિ સ્વસ્થ જીવન જીવી શકે નહિ.

Suvichar Gujarati


🗝સફળતા માટે આ ૩ સાથે રાખો (1) મગજમાં બરફ (2) જીભમાં ખાંડ (3) હૃદયમાં પ્રેમ


🗝કોઈને ખરાબ ચીતરવા નહિ, એમાં કલર તો આપનો વપરાય છે.


🗝ક્ષમા યશ છે...ક્ષમા ધર્મ છે, ક્ષમા થી જ આ સંસારનું અસ્તિત્વ છે.


🗝પારકાની સીડી ના બનો તો, ચાલનારના માર્ગમાં અડચણ રૂપ તો ના જ બનશો.


🗝આશા અને ભય એકબીજા સાથે જોડાયેલા છે,
    ભય વિનાની કોઈ આશા નથી અને આશા વિનાનો કોઈ ભય નથી.


🗝વધુ પડતી અપેક્ષા ના રાખો, કેમ કે એ વધુ દુઃખી કરે છે.


🗝ભૂલોથી અનુભવ વધે અને અનુભવ વધવાથી ભૂલો ઘટે.


🗝રૂપ કે કુળ ગૌરવ વધારતા નથી, કર્મ જ માણસ નું સાચું ગૌરવ છે.


🗝હળવાશ થી કહેશો તો કોઈની જોડે કડવાશ નહિ થાય.


🗝પ્રેમ માણસ ને કરમાવવા નથી દેતું, અને નફરત માણસને ખીલવા નથી દેતી.


🗝મહાન બનવા માટે પોતાના મગજ પર કાબુ જરૂરી છે.


🗝નસીબ હંમેશા સાહસી લોકોની જ સહાય કરે છે.

Gujarati Suvichar


🗝શિખામણ માંથી રસ્તા મળતા હશે પણ દિશાઓ તો ભૂલો કરવાથી જ મળે છે.


🗝અહંમ તો બધાને હોય છે, પરંતુ નમે એજ છે સબંધોનું સાચું મહત્વ...


🗝નિષ્ફળતા મળે તો હિંમત રાખજો, સફળતા મળે તો વિનમ્રતા રાખજો..


🗝વિચાર કેટલો આવે એ મહત્વનું નથી, પણ વિચાર કેવો આવે છે એ મહત્વનું હોય છે...


🗝આ દુનિયા માં ભગવાન ને યાદ કરવા વાળા કરતા, સારા કર્મ કરવા વાળા વધારે સુખી છે....


🗝વ્યક્તિમાં સુંદરતાની ખોટ હોય તો સારા સ્વભાવ થી પૂરી શકાય છે,
    પણ સારા સ્વભાવ ની ખોટ કદી સુંદરતાથી પૂરી શકાતી નથી.



🗝અંધારું જ જ્યાં આપણું હોય ત્યાં ,પારકાનું અજવાળું કામ ના આવે.



🗝પ્રસિદ્ધિ એ આપણા વીરતાપૂર્વક કરેલા કાર્યોની સોડમ છે.


🗝કહેતા નહિ પ્રભુ ને, કે સમસ્યા વિકટ છે.
    કહી દો સમસ્યાને, કે પ્રભુ મારી નિકટ છે.


Suvichar Gujarati


🗝જીવનનો અર્થ છે “સમય” જેઓ જીવનથી પ્રેમ કરતા હોય, તેઓ આળસમાં સમય ન વિતાવે.


🗝જીવન આઈસ્ક્રીમ જેવું છે, પીગળે એ પહેલા તેની પુરેપુરી મજા માણી લો.


🗝જીંદગી એ કાર્ડીઓગ્રામ જેવી છે, એ ક્યારેય પણ સીધી લીટી માં નથી ચાલતી.


🗝વાણીથી માણસનું ચારિત્ર્ય, સંસ્કાર અને ઘડતર જાણી શકાય છે.


🗝સૌદર્ય નો આદર્શ સાદગી અને શાંતિ છે.


🗝સૌદર્ય શોભે છે શીલથી, અને ચારિત્ર્ય શોભે છે સંયમથી.


🗝ક્યારેક તમે બીજા માટે માંગીને જોવો, તમારે ક્યારેય માંગવાનો વારો નહિ આવે.


🗝જો રસ્તો સુંદર હોય તો લક્ષ્ય ની ચિંતા કરવી નહિ,
    અને જો લક્ષ્ય સુંદર હોય તો રસ્તાની ચિંતા કરવી નહિ.


🗝બીજા સાથે એવી જ ઉદારતા રાખો, જેવી ઈશ્વરે તમારી સાથે રાખી છે.


🗝ગૃહસ્થ એક તપોવન છે, જેમાં સંયમ, સેવા અને સહિષ્ણુતા ની સાધના કરવી પડે.


🗝અનુભવ જ્ઞાન નો પિતા છે અને યાદશક્તિ તેની માતા.


🗝કણ અને ક્ષણ ની જેને કિંમત છે તેને મણ જેટલું સુખ મળે છે.


🗝પ્રમાણિકતા અત્યંત કીમતી ભેટ છે, ચીલા ચાલુ વ્યક્તિ પાસેથી તેની આશા રાખશો નહિ.


🗝સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે.અને નિષ્ફળતા તમને દુનિયાનો પરિચય કરાવે છે.

Gujarati Suvichar

🗝શેરડીમાં જ્યાં ગાંઠ હોય છે, ત્યાં રસ નથી હોતો...અને જ્યાં રસ હોય ત્યાં ગાંઠ નથી હોતી,
    જીવનના સબંધોનું પણ આવું જ છે.


🗝જ્યાં સુધી જીવ પોતાના આત્માને શુદ્ધ નથી કરતો ત્યાં સુધી જ્ઞાન મેળવવા છતાં અજ્ઞાની રહે છે.


🗝કોઈપણ સબંધોમાં આપવા કરતા લઇ લેવાની અપેક્ષાઓ વધે એટલે, અધોગતિ શરુ થાય.


🗝બધું જ સમજવાની જીંદગીમાં કોશિશ ન કરશો...કેમ કે , કેટલીક વાતો સમજવા માટે નથી હોતી...પણ            સ્વીકારી લેવાની હોય છે.